
વાપી: વલસાડ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વાપી ટાઉન પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. પોલીસ નાકાબંધી દરમિયાન દમણથી સુરત તરફ લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે બલીઠા જકાતનાકા બ્રિજ ઉતરતા છેડે, નેશનલ હાઈવે-48 પર સહેદ રંગની બંધ બોડી પીકઅપ (MH 43 BX 6020) અટકાવી તપાસ કરતાં વિસ્કીની 90 બોક્સમાં કુલ 2712 બોટલ (843.6 લિટર) મળી આવી, જેની કિંમત રૂ. 8,69,040/- થાય છે. સાથે પીકઅપ વાહન રૂ. 3,00,000/- તથા એક મોબાઈલ ફોન રૂ. 5,000/- મળી કુલ રૂ. 11,74,040/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં પીકઅપ ચાલક વિશાલભાઇ જયેશભાઇ પટેલ (ઉ.વ. 24), રહેવાસી બિલપુડી ગામ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે દારૂ ભરાવનાર/મંગાવનાર મોબાઈલ નંબર 9054563066 ધરાવતો ઇસમ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ કલમ 65(એ), 81, 98(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ ટીમવર્કથી સફળ બનાવી છે.

Leave a Reply