PI કે.જે. રાઠોડના નેતૃત્વમાં “તેરા તુજકો અર્પણ” અભિયાન સફળ

વાપી: ગુજરાત પોલીસના પ્રજાલક્ષી અભિગમ હેઠળ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વાપી ટાઉન પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત આપતા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.


ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ (IPS)ના માર્ગદર્શન હેઠળ અને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તેમજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના દિશાનિર્દેશ મુજબ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સૂત્રને સાકાર કરવા માટે વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. રાઠોડની રાહબરી હેઠળ CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુમ થયેલ કુલ ૧૫ મોબાઇલ ફોન શોધવામાં સફળતા મળી. આ મોબાઇલ ફોનની કુલ કિંમત રૂ. ૩,૦૫,૪૫૮ જેટલી છે.
આજરોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં આ તમામ મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવે ઉપસ્થિત રહ્યા હતા.


આ કામગીરીમાં પો.સ.ઇ. આર.ડી. પાટીલ, એ.એસ.આઇ. પ્રદીપસિંહ પ્રતાપસિંહ તેમજ પોલીસ સ્ટાફના અન્ય સભ્યોએ ટીમ વર્ક દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વાપી ટાઉન પોલીસની આ કામગીરી “તેરા તુજકો અર્પણ” અભિયાનને સાચા અર્થમાં સફળ બનાવતી સાથે જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું બંધન વધુ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *