વાપીમાંથી પ્રોહીબિશન કેસનો વોન્ટેડ આરોપી એલ.સી.બી. દ્વારા ઝડપાયો

વાપી/શુભમ રાય
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ હેઠળ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.


મળતી માહિતી મુજબ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા તથા સ્ટાફ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરીમાં હતા.


તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વાપી ટાઉન પો.સ્ટે. ગુનાનં. 11200048254137/2025 અંતર્ગત પ્રોહી એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમોમાં વોન્ટેડ આરોપી રોહિત ઉર્ફે પીન્ટુ લક્ષ્મણભાઇ ધોડિયા પટેલ (ઉ.વ. 29)ને વાપી શહેરના ચણોદ વિસ્તારેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી છે, જેમાં મારામારી, પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે.


આ કામગીરી એલ.સી.બી. વલસાડની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

વોન્ટેડ આરોપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *